Tuesday, 23 August 2011

ઐસા ભી હોતા હૈ

બ્રિટનમાં એક મહિલા ઇલેક્ટ્રિસિટીથી મતલબ કે વીજળીથી ચાલતા ઉપકરણોથી એ હદે એર્લિજક છે કે તે ટેલિવિઝન જોઇ શકતી નથી, રેડિયો સાંભળી શકતી નથી કે મોબાઇલ ફોન પર વાત પણ કરી શકતી નથી. નોટિંગહામશાયરમાં રહેતી જેનિસ ટનીક્લિફ નામની આ મહિલા તબીબી પરિભાષામાં 'ઇલેક્ટ્રો સેન્સિટિવિટી' તરીકે ઓળખાતી જ્વલ્લેમાં જ્વલ્લે જ જોવા મળતી સમસ્યાથી પીડિત છે.
૫૫ વર્ષની જેનિસને ત્રણ વર્ષ અગાઉ બોવેલ કેન્સર થયું હતું ત્યારે તેણે કેમોથેરાપી લીધી હતી તે દરમિયાન તે 'ઇલેક્ટ્રો સેન્સિટિવિટી'ના સકંજામાં આવી હતી. તે ઇલેક્ટ્રિક કેટલનો પણ ઉપયોગ કરી શકતી નથી અને તેણે વોશિંગ મશીન પણ આઉટહાઉસ (ઘરની બહાર આવેલી ઓરડી)માં રાખ્યું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોથી બચવા તેણે ઘરની બારીઓ પણ સ્પેશિયલ મટિરિયલથી ઢાંકેલી રાખવી પડે છે.

આમ, જેનિસ તેની મેડિકલ કન્ડિશનના કારણે આધુનિક વિશ્વથી સંપૂર્ણપણે અલિપ્ત રહી ગઇ છે. તે કોઇ પણ વિદ્યુત ઉપકરણની નજીક હોય ત્યારે તેને માથું દુખવા લાગે છે, છાતીમાં દુખાવો થાય, ઉબકાં આવે અને હાથ-પગમાં કંઇ ભોંકાતું હોય તેવી ઝણઝણાટી થાય છે.
જેનિસે જણાવ્યું હતું કે, "હું ૨૦ મિનિટ આઇ-ફોનની નજીક રહું તો ઘણી અશક્તિ અનુભવવા લાગું છું. વાઇ-ફાઇથી મારા માથામાં સખત દુખાવો થાય છે."
ફેબ્રુઆરી, ૨૦૦૮માં જેનિસને પેટમાં સખત દુખાવો ઉપડતાં અને ઊલટીઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને મેડિકલ ટેસ્ટ્સ બાદ માલૂમ પડયું હતું કે તેને આંતરડાંનું કેન્સર છે. જોકે, ડોક્ટર્સે તેના આંતરડામાંથી કેન્સરની ગાંઠ દૂર કરી દીધી હતી. ગાંઠ ૬ ઇંચની હોવા છતાં કેન્સર ફેલાયું નહોતું પરંતુ અગમચેતીરૃપે જેનિસને કેમોથેરાપી આપવાનું નક્કી કરાયું હતું.
કેમોથેરાપી લીધા પછી જેનિસની તકલીફો શરૃ થઇ છે. તે જ્યારે પણ કોઇ ઇલેક્ટ્રિક અને વાયરલેસ ઉપકરણના સંસર્ગમાં આવે ત્યારે બીમાર પડી જાય છે. તેનું કહેવું છે કે, "મારું માનવું છે કે કેમોથેરાપીને ઇલેક્ટ્રો સેન્સિટિવિટી સાથે સંબંધ અવશ્ય હોવો જોઇએ, પરંતુ આ વાત સ્વીકારવા કોઇ તૈયાર નથી."
સુરક્ષિત પર્યાવરણને પ્રોત્સાહન માટે કાર્યરત સંસ્થા 'પાવરવોચ'ના ટેક્નિકલ મેનેજર ગ્રેહામ લેમ્બર્નના કહેવા મુજબ, ઇલેક્ટ્રો સેન્સિટિવિટીને એક બીમારી તરીકે ઓળખવામાં તબીબી વ્યવસાય ધીમો છે, કેમ કે ઇલેક્ટ્રો સેન્સિટિવિટી કયા કારણોથી થાય છે તે હજુ જાણી શકાયું નથી.

જેનિસ 'ઇલેક્ટ્રો સેન્સિટિવિટી' તરીકે ઓળખાતી સમસ્યાથી પીડિત છે
કોઇ પણ વિદ્યુત ઉપકરણના 'સંસર્ગ'માં આવે એટલે બીમાર પડી જ સમજો

ભારતીય સંસ્કૃતિ માં સોનાનું મહત્વ

જો ભારતીય વૈદિક સંસ્કૃતિ આધ્યાત્મિક રૂપમાં પુરી દુનિયામાં વિખ્યાત છે, આમા શારીરિક સૌંદર્યને આટલુ મહત્વ કેમ આપવામા આવેલુ છે? આત્માનું સૌંદર્ય એટલે કે અંદરની ખુબસુરતીને વધારે સારી બનાવવા વાળી ભારતીય સંસ્કૃતિ  ઘરેણાના રૂપમાં બહારના સૌંદર્યને આટલુ મહત્વ કેમ આપે છે?

જ્યારે આ વિષયમાં ઉંડાઈથી વૈજ્ઞાનિક રિસર્ચ કરવામા આવ્યુ તો ઘણુ જ આશ્વર્યજનક અને ચમત્કારી પરિણામા સામે આવ્યા. પરિણામને જાણીને સુખથી ભરેલુ આશ્ચર્ય થયું કે ઘરેણાના પ્રયોગમાં મુખ્ય કારણ સુંદરતા નહી પરંતુ આધ્યાત્મિક વિકાસ છે. બહુમુલ્ય ધાતુંઓથી બનેલા ઘરેણા અથવા આભુષણ કેવી રીતે માણસના ઓવર ઓલ વ્યક્તિત્વને આકર્ષક અને પ્રભાવી બનાવે છે, ચાલો જાણીએ....

- સ્વર્ણ વગેરે ધાતુઓમાં વાયુમંડળમાં વ્યાપ્ત ઉર્જા કણોને આકર્ષિત કરવાની વિશેષ ક્ષમતા હોય છે.

- બ્રહ્માંડના બીજા ગ્રહ-નક્ષત્રથી આવવા વાળા હાનિકારક વિકિરણો એટલે કે હાર્મફુલ વેવ્સથી બચાવ કરવામાં ઘરેનામા ઉપયોગ કરવામા આવેલી ધાતુંઓની વિશેષ ભૂમિકા હોય છે.

- વ્યક્તિત્વના વિકાસમાં આ ઘરેણાનો પણ મહત્વપુર્ણ યોગદાન હોય છે.

- નજરદોષ, ઉપરની હવા અને પ્રેત આત્માઓની ખરાબ અસરને દુર કરવામા ઘરેણાઓનો મહત્વપુર્ણ રોલ હોય છે

શિવાલયપરિચય

ૐકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીનમ
કામદં મોક્ષદં ચૈવ કારાય નમો નમઃ
ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે દેવોના દેવ મહાદેવને જાણતું ન હોય ! ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ગામડું હશે કે જ્યાં શિવજીનું મંદિર કે શિવાલયન હોય. મૂર્તિપૂજા પ્રચલિત થતાં પૂર્વે શિવલિંગની પૂજા થતી હતી. રોમમાં પ્રિયેપસ’, યુનાનમાં ફલ્લુસઅને મિસરમાં ઈશીના નામે શિવલિંગની પૂજા થતી હતી. મોહેન-જો-ડેરોઅને હડપ્પ્પાની સંસ્કૃતિમાંથી પણ શિવલિંગ મળી આવ્યા હતા. જોકે કાળક્રમે ત્યાંની સંસ્કૃતિ બદલાતા શિવલિંગની પૂજા લૂપ્ત થઈ ગઈ. ભારતમાં શિવલિંગની પૂજા ચાલુ છે. આ રૂદ્રદેવને પ્રાચીનકાળથી રાષ્ટ્રદેવતરીકે સ્વીકારવામાં આવ્યા છે.
શિવલિંગના આકાર અને પ્રસ્થાપિત મંદિરને ધ્યાનમાં રાખીને એક ભયંકર પ્રચલિત માન્યતા સ્થિત કરી ગઈ છે કે શિવલિંગપૂજા એક લિંગ અને યોનીનું પૂજન છે. પરંતુ એ સત્ય નથી. આપણા હિંદુધર્મી એટલા મૂરખ પણ નથી કે જનનેંદ્રીયનું પૂજન કરે ! કોઈપણ બુદ્ધિશાળી વ્યક્તિને ગળે આ વાત ન ઉતરે.
પ્રાચીન સમયમાં ધરતી પર ઉલ્કાઓ પડતી હતી. કાળક્રમે તેનો આકાર લંબગોળાકાર થતો ગયો. આ પથ્થરો કાળક્રમે કલ્યાણકારી પરમાત્માની નિશાની સમજીને તેની પૂજા કરવાની શરૂઆત થઈ. આ પથ્થર એટલે લિંગ, શિવ એટલે કલ્યાણકારી. એટલે આ પથ્થર શિવલિંગતરીકે ઓળખાવા લાગ્યા. વહેતી ધારા અને ગરમીને કારણે કાળક્રમે ઘસાઈને લિંગ આકારના આ પથ્થરો સ્વયંભૂ શિવલિંગતરીકે ઓળખાવા લાગ્યા. વાતાવરણમાં ઘર્ષણથી તે સળગી ઊઠવાથી આ સ્વયંભૂ શિવલિંગ’ ‘જ્યોતિર્લિંગતરીકે ઓળખાવા લાગ્યા.

શિવલિંગમાં થાળુ, લિંગ, સર્પ તથા જળાધારી હોય છે. યૌગિક મત પ્રમાણે આપણા શરીરમાં જ શિવલિંગ છે. કરોડરજ્જુનો છેડો તે સ્વયંભૂ શિવલિંગ છે. શિવલિંગને વીંટળાયેલો સર્પ એ આપણી સર્પાકાર કુંડલિની છે જે ચંચળ અને તીવ્ર ગતિ ધરાવે છે. શિવલિંગનું થાળુ, તે યૌગિક ભાષામાં સહસ્ત્રદળ કમળનું પ્રતિક ગણાય છે જેમાં શિવજીનો વાસ છે. શિવલિંગ પર લટકાવવામાં આવતું જળાધારમાંથી ટપકતું જળ અને દૂધ સહસ્ત્રધાર ચક્રમાં રહેલ આત્મા અને પરમાત્માની એકતાનું પ્રતિક છે.

Monday, 22 August 2011

સ્વાધ્યાય અને સ્મરણ શક્તિ તો અમારી સંપત્તિ છે

લોકમાન્ય બાલ ગંગાધર તિલકને સ્વતંત્રતા આંદોલનમાં ગિરફ્તાર કરીને અંગ્રેજોએ મણ્ડાલે જેલમાં મોકલી આપ્યા. જેલમાં તેમને સમાચારપત્ર, પત્રિકા કે રાજનીતિથી સંબંધિત પુસ્તકો વાંચવાની અનુમતિ ન હતી. તેમ છતાં પણ જેલમાં તેમનું જીવન નિયમિત હતું. સવારે નિત્ય ક્રિયા કરીને તેઓ વાંચવા-લખવા બેસી જતા.

બપોરના ભોજન પછી પણ તેઓ આ જ કાર્યમાં લાગી રહેતા. આ પ્રકારે જેલમાં રહેવા છતાં પણ તેમણે સમયનો સદુપયોગ કર્યો. લેખન તથા અધ્યયનમાં સતત સંલગ્ન રહેવાથી તેમની પાસે પાંચસો જેટલી પુસ્તકો થઈ ચૂકી હતી.

મણ્ડાલે જેલથી છૂટતાં સમયે "ગીતા રહસ્ય" ની પાંડુલિપિ જેલરે તેમની પાસે એમ કહીને માંગી લીધી કે "આ આપે જેલમાં લખ્યું છે તેથી આ સરકારી સંપત્તિ છે."

આ ઉપર લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આત્મવિશ્વાસ સાથે જેલરને કહ્યું - "આ તો હું પાછું લખી દઇશ, કારણ કે સ્વાધ્યાય અને સ્મરણ શક્તિ તો મારી સંપત્તિ છે. જેને આપ નહીં લઇ શકો." અને જેલરની સામે જ ગીતા રહસ્યના થોડાક પાનાં જેમ ના તેમ લખી નાંખ્યાં. જેલર મહોદય આ જોઇને તેમની સામે નત મસ્તક થઇ ગયા.

વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઇ

હવેલી ઓમાં, ઘરોમાં કૃષ્ણલીલાને સાકાર સ્વરૂપ આપતી પિછવાઇ ને વ્રજલીલાનાં પ્રતીક સ્વરૂપે  માનવામાં આવે છે. દા.ત નવરાત્રી દરમ્યાન રાસલીલાની પિછવાઇ લગાવવામાંઆવે છે.રાસ એટલે કે જેટલી પણ લીલા ભગવાન કૃષ્ણએ કરેલી છે તે તમામ લીલાઓમાં જે લીલા સૌથી વધુ રસપૂર્ણ છે તે રાસ કહેવાય શ્રીમદ્ ભાગવત્ માં કહ્યું છે કે શ્રીમદ્ ભાગવત્ નો દશમ સ્કંધ એ શ્રીમદ્ ભાગવત્ ના હ્લદય સ્વરૂપે અને રાસલીલાએ પ્રાણરૂપ છે કારણ કે રાસલીલાની ગોપીઓ જીવાત્માનાં પ્રતીક રૂપે છે અને શ્રી કૃષ્ણએ પરમાત્માનાં પ્રતિક રૂપે છે. રાસલીલાનાં રાસ દરમ્યાન જીવનું પોતાના પરમાત્મા સાથે મિલન થાય છે અને આ વાત સાંકેતિક રૂપથી પિછવાઇમાં બતાવવામાં આવે છે. જે લોકો આ વાત સમજી નથી શકતા તેમના માટે પિછવાઇ રૂપી કૃષ્ણલીલા નું અંગ છે.
પિછવાઇમાં આપણે હમેંશા ઘણા બધા પ્રતિકો રૂપી વિવિધ ડિઝાઇન જોઇએ છીએ જેવી કે મોર, પોપટ, ગાય, માછલી, વૃક્ષ, કમળ, સુર્ય, ચંદ્ર, ગાય, હંસ, પાણી, કાચબો આદી જોવા મળે છે. આ સર્વે પ્રતિકોનાં પણ સાંકેતિક અર્થ છે.
*પાણી નો અર્થ છે-શ્રી યમુનાજી
*સુર્ય- પરમાત્માઓના પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ
*ચંદ્ર- પ્રભુનું મુખારવિંદ (શ્રી કૃષ્ણ ચંદ્ર)
*વૃક્ષ- વ્રજના વૈષ્ણવો વૃક્ષ બની ને હમેંશા પ્રભુલીલાના સહચારી બને છે.
*કમળ પુષ્પો- શ્રી યુગલસ્વરૂપને જોવા માટે શ્રી યમુનાજીને માટે બે આંખ ઓછી છે, તેથી તેમના રોમરોમ માં નેત્ર તણા કમળો ખિલેલા છે જેના દ્વારા શ્રી યમુનાજી પોતાના યુગલસરકારને જોઇ રહ્યાં છે.
*માછલી- જે રીતે માછલીને પાણીનો અનન્યાશ્રય છે, પાણી વગર માછલીનું જીવન શૂન્ય છે, તે રીતે, વૈષ્ણવોને માટે પણ  ભગવાન શ્રી કૃષ્ણ અને ગુરુ શ્રી વલ્લભનો જ આશ્રય જ સર્વસ્વ છે.
*ગાય- ભક્તિનું સ્વરૂપ છે
*મોર- મુક્તિનું સ્વરૂપ છે
*પોપટ- વિદ્યાનું સ્વરૂપ છે
*હંસ- જ્ઞાનનું સ્વરૂપ છે.
કાચબો- વૈરાગ્યનું સ્વરૂપ છે.
આપણે શ્રી ઠાકુરજીની સામે ખિલોના(રમકડાં)મુકીયે છીએ તેનો મતલબ એ છે કે ખિલોના એ જીવ સ્વરૂપ છે આપણે પ્રભુને કહીયે છીએ કે આપને ખેલ અને ખિલોનાથી રમવું ઘણું જ ગમે છે તેથી આપ આ ખિલોનાથી રમો અને આપણે એટલે કે જીવ રુપી ખિલોનાનું રૂપ લઇ શ્રી પ્રભુને આપણું સંપૂર્ણ સમર્પણ કરી દઇએ છીએ. જે રીતે એક બાળકની દોસ્તી ખિલોના સાથે થઇ જાય છે તેમ જીવરૂપી આપણી દોસ્તી પણ શ્રી ઠાકુરજી સાથે થઇ જાય તેવી ભાવના છુપાયેલી હોય છે.

Sunday, 21 August 2011

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરી કરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલી છે.
               કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે તારો  લાલન  ખુબ  જ નટખટ છે અને અત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .
               આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જ છે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.            
       કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીરોટી કમાતા  હતાં.... પણ તેમ છતાયે તે  લોકો શારીરિક  રીતે અને પૈસા ની  દ્રષ્ટિ એ  નબળા હતા. વ્રજવાસીઓ ના બાળકો બહુ નબળા હતાં કેમ કે તેમને નિરોગી આહાર મળતો  નહતો.  કૃષ્ણ  ઈચ્છતાં હતાં કે વ્રજવાસીઓ પોતાના બાળકો ને  પહેલા ખવડાવે  અને તેમાંથી જે કંઇ અનાજ વધે તે  અનાજ મથુરા વેચવા માટે જાય.....વ્રજવાસી ઓ પોતાના બાળકો પ્રત્યે ધ્યાન આપતા ન હતાં. કૃષ્ણ એ તેના પર બંધન લાવી દીધું.
       કૃષ્ણ  હમેંશા  મીઠાશ થી અને માધુર્યતા થી કોઈ ની પણ પાસે કામ કઢાવી લેતાં  પણ કૃષ્ણ એ જ્યારે જોયું કે વ્રજવાસીઓ ને સમજાવવાં થી તેઓ માનતાં નથી ત્યારે કૃષ્ણ એ પોતાના બાળસખાઓ નાં હક્ક માટે વ્રજવાસીઓ નાં ઘર માં જઈને વ્રજવાસી ઓ વિરૂધ્ધ લડવાની શરુઆત કરી......અને  આ માટે  કૃષ્ણએ બધા સખાઓ અને વાંદરાઓ સાથે મળીને પોતાની એક ચોર મંડળી ચાલુ કરી. 
       કોઇપણ શુભ કાર્ય ની શરુઆત બ્રહ્મદેવ કરાવે તો તે કાર્ય ની સફળતાં વધી જાય ....... તેથી સૌ પ્રથમ મધુમંગલ ના ઘરે થી માખણ ચોરી ની શુભ શરુઆત કરી.ચોર મંડળી દૂધ ની, માખણ ની અને  દહીં ની ચોરી કરતાં અને પછી બધા ગોપબાળકો અને વાનરો સાથે મળી ને ખાતા હતાં અને જો કોઇ વ્રજવાસીઓ નાં ઘર માં કંઈજ ન  મળતું તો ત્યાં તેઓ મટકી ફોડતા. ચોરમંડળી  દીવાલ ની ઉપર ઉંચે લટકાવેલી મટકીમાં કાણું  પાડતા અને બધાં ગોપબાળકો એકબીજા પર ચઢી  ને  પર્વત બનાવતા  અને  મટકી  સુધી  પહોચતાં પછી બધા ભેગાં થઇ  વહેંચીને  ખાતા. કૃષ્ણ હમેંશા ગોપબાળકો ની સાથે રહીને જ ચોરી કરતા હતા. નીચે ઢોળાયેલું માખણ વાંદરાઓ ને બોલાવી ને જમીન સાફ કરાવી દેતા.  આ રીતે કૃષ્ણએ સાથે જૂથમાં રહીને કેવી રીતે કામ કરવું તે શીખવ્યું.
               દૂધ  કાઢવાનાં ગોપીઓ ના સમય પહેલા વાછરડા ને છોડી નાખતા. ગોપી ઓને કન્હૈયા ને જોયા વિના ગમતું નહીં  એટલે તે દરરોજ કાનુડા ની ફરિયાદ કરવા આવે છે અને યશોદા ને કહે છે કે તારો કાનુડો અમારા ઘરે રોજ આવે છે ને અમારા બાંધેલા વાછરડા ને છોડી મુકે છે. શ્રી મહાપ્રભુજી વાછરડા ના સંદર્ભ માં જણાવે છે કે વાછરડા એ જીવાત્માં નું પ્રતિક છે અને જયારે જીવ મુક્ત થવા માટે લાયક  બને  છે ત્યારે ઠાકુરજી જીવ ને મુક્ત કરે છે. કૃષ્ણ સ્વતંત્ર છે જેને મુક્ત કરવો હોય તેને કરે અને જેને અપનાવવો હોય તેને અપનાવે.  જે જીવ લાયક નથી તેને પણ ઠાકુરજી મુક્તિ આપે છે તે જ પુષ્ટિકૃપા છે.
                  
       આ સુંદર ફેરફારે વ્રજ ને વધારે ખુશનુમા અને મજબુત બનાવ્યું.  થોડાક જ વખત માં દરેક વ્રજવાસીઓ ખુશ રહેવા લાગ્યા અને  વિચારો માં પણ બદલાવ આવવા લાગ્યો.. ..કૃષ્ણ એ પોતાના ઘર માં પણ આ નવી રીત લાવીને ફેરફાર કર્યો છે. તેઓ નંદાલય માં પણ સખાઓને અને વાનરોને માખણ ની ચોરી કરવાં માટે બોલાવતા હતાં…….એકવાર એક ગોપી  માખણ બાજુ માં કોઈ ની ત્યાં મૂકી આવી  હતી. ત્યાં કાનુડાએ ગ્વાલમંડળી સાથે આવીને જોયું તો માખણ નથી. કાનુડા એ કહ્યું જે ઘર માં મારા માટે માખણ ના હોય તે ઘર જંગલ  છે એટલે બધાએ તે ઘરની વસ્તુઓને  વેરવિખેર કરી નાખી આનો અર્થ એ છે કે ઠાકુરજી માટે સામગ્રી ના હોય તે ઘર..... ઘર નથી પણ નરક સમાન છે. 
                      
             આ દ્વારા ઠાકુરજી કહે છે કે  હું અને તું  જેવું કંઈ નથી. હું તને પ્રેમ થી મારામાં  સમાવી શકું છુ  અને તું મને પ્રેમથી તારામાં સમાવી શકે  છે .  હું ઈશ્વર છું  અને તું જગત ની કોઈપણ જગ્યા એ વસ્તુ ને સંતાડીશ, તો પણ મારી આંખોથી તે દુર રહેવાની નથી, કેમ કે હું તારામાં પણ સમાયેલો છું.  જેના પર પ્રભુ કૃપા કરે છે તે મનથી પ્રભુ તરફ ખેંચાય જાય છે.
           
          કૃષ્ણ કહે છે કે હું  હમેંશા  કોમળ મન ની જ  ચોરી કરું છુ. જેનું  મન કઠોર હોય, તેની ચોરી કરતો નથી. ભક્તિ ના  સ્પર્શ થી  હૈયું દ્રાવક બને  છે,અને જેની પાસે ભક્તિનો પ્રવાહ હશે તેની જ ચોરી કરવી મને ગમે છેં.
         
          ભગવાન તાજું માખણ આરોગે છે, વાસી વાંદરાઓને  ખવડાવે છે. એવી  રીતે  જેનો  ભાવ  તાજો  છે, તેને    કૃષ્ણ સ્વીકારે છે. ભક્તિ તો ઘણા કરે છે, પરંતુ વિશુદ્ધ ભક્તિ કરનારા બહુ ઓછા છે.   ભગવાન તાજી વસ્તુને  હમેંશા અંગીકાર કરે છે. પ્રભુ કહે છે,  જેનું અંતઃકરણ માખણ જેવું શુદ્ધ છે એની જ હું ચોરી કરું છુ માખણ ને બનાવવા માટે પહેલા દુધને દોહવું પડે, એમાં થોડી છાશ નાખવી પડે પછી દહીં  જામે એનું વલોણું કરવું પડે. તેમાંથી જે નીકળે તે માખણ કહેવાય. એજ રીતે દૂધ ની જેમ માણસો એ વિચારો નું  દોહન  કરવું જોઇએ. જીવન માં વિચારોરૂપી  સાર ભેગો કરવો પછી તેમાં ઠાકુરજી પ્રત્યે ના પ્રેમ ની  છાશ નાંખવી  અને  તેનુ  મંથન  કરવું  જેથી  તેમાંથી  જે માખણ નીકળે  બસ  તે માખણ તત્વ ને  આપણે  ભક્તિ ના રૂપ માં અપનાવી લેવું                કોઈક વાર  ગોપી ને ત્યાં જઈને ભગવાન માખણ માંગે છે ને ક્યારેક નથી હોતું ત્યારે ઠાકુરજી વ્રજવાસીઓ ના સુતેલા નાનકડા બાળકો ને જગાડે  છે ને  તેનો અર્થ એ છે કે ઠાકુરજી માયા માં સુતેલા જીવ ને જગાડે છે અને સંદેશો આપે છે કે સારા વિચારો કેળવો અને  પોતાના કાર્ય નિષ્ઠા  પ્રત્યે  જાગૃત  થવો. પુષ્ટિજીવાત્માંઓ એ પોતાની ફરજો પ્રત્યે સભાન રહેવું જોઈએ.
          
             કેટલીક વાર ઘણી  ગોપીઓ સાસુ ના કારણે  કન્હૈયા ને જોઇ શકતી નહોતી.ત્યારે મનોમન તેમને થતું હતું કે મારી ત્યાં કાનુડો ક્યારે આવશે ને ક્યારે મને દર્શન  આપશે????ત્યારે કાનુડો માખણ નાં બ્હાના નીચે ગોપીઓ ને દર્શન  આપવાં જતોં.....અને માખણ ની સાથે સાથે ગોપીઓ ના શુધ્ધ હ્રદયની ભાવના ને લઇ લેતો ,માખણ ખાતા કાનુડાને જોતા જોતા ગોપીઓ ના મન ક્યારે કૃષ્ણ દ્વારા ચોરાઇ જાતા તેની જાણ ગોપીઓ ને પણ ન રહેતી. જેને ત્યાં માખણ ભેગું કરાય છે પણ તે  કોઈ ને આપતો નથી તેના ઘર માં કૃષ્ણ ચોરી કરે છે, બાકી તો જ્યાં મન થી આપે છે તેને ત્યાં શાંતિ થી જઈ ને આરોગે  છે. 
          
           ભગવાન  ગોપીઓ ની ત્યાં ચોરી કરીને માખણ લેતા હતા આથી ગોપીઓ કાનુડા ને ખીજાતી અને ઠપકો આપતી પણ કન્હૈયો સાંભળી લેતો.યશોદાજી ચોરી કરે નહીં તે માટે પોતાના વ્હાલસોયા પુત્ર ને ગાડા સાથે બાંધી દે છે. કૃષ્ણ ખુશીથી સજા ભોગવતા હતા. જયારે તમે તમારા કરેલા પાપકર્મ ની સજા ભોગવો છો અને સજા પ્રાપ્ત કરો છો ત્યારે કરેલા પાપકર્મ નો નાશ થાય છે. કર્મ દરેક ને માટે સરખું જ છે પછી તે ભગવાન પણ કેમ ના હોય!!!!!
    
       કોઈ પણ પરિસ્થિતિ માં તમે  જિંદગી ની ઉજ્જવળ બાજુ ને જુઓ અને તમે કોઈને કેવી રીતે મદદ કરી શકો છો તે વિચારો. જ્યારે બધા જ વ્રજવાસિઓ કૃષ્ણ ના વિચાર સાથે મંજુર થયા અને પોતાના બાળકો ને, ગાય ને અને વાછરડા ની બરાબર કાળજી લેવા લાગ્યા ત્યાર પછી તેમને બીજી લીલા ઓ કરવાનું શરુ કર્યું. 

મારા રંગીલા રણછોડ
મારા રંગીલા રણછોડ, રંગ તારો લાગ્યો અમને,
કે રંગ તારો લા...ગ્યો અમને.
હે ... ડાકોરના ઠાકોર, તમે મારા ચિતડા કેરા ચોર,
રંગ તારો લાગ્યો અમને, કે રંગ તારો લા...ગ્યો અમને.

શ્યામ વદન મુખ મુરલી શોભે, નયનો છે અણિયાળા,
પીળા પીત્તામ્બર જરકશી જામા................
મુખડા જોયા તમારા રે, મુખડા જોયા તમારા,
હું તો ઝૂક્યો ચરણ ની માય, વાલીડા મને રાખો ચરણની માય,
રંગ તારો લાગ્યો અમને કે રંગ તારો લા...ગ્યો અમને .........(૧)

રંગીલા તારો રંગ જ એવો, મનને મારા સતાવે,
કામ ધંધે મારું ચિત્ત નવ ચોટે ................
પલ પલ યાદ સતાવે રે, પલ પલ યાદ સતાવે,
હું તો ભૂલી ગયો રે સહું ભાન, વાલીડા મને રહે ન સુધ કે સાન,
રંગ તારો લાગ્યો અમને કે રંગ તારો લા...ગ્યો અમને .........(૨)

રંગીલા તમે દર્શન દેવા, વેગે વહેલા આવો,
બાળ તારાને તુજ વીણ વ્હાલા................
કોઈ નો નથી સહારો રે, કોઈ નો નથી સહારો,
હવે બીજી નથી રે કોઈ આશ , વાલીડા મને રાખો ચરણ ની પાસ,
રંગ તારો લાગ્યો અમને કે રંગ તારો લા...ગ્યો અમને .........(૩)

મારા રંગીલા રણછોડ, રંગ તારો લાગ્યો અમને,
કે રંગ તારો લા...ગ્યો અમને.
હે ... ડાકોરના ઠાકોર, તમે મારા ચિતડા કેરા ચોર,
રંગ તારો લાગ્યો અમને, કે રંગ તારો લા...ગ્યો અમને.

ડાકોરના ઠાકોર

જય રણછોડ માખણચોર

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરી કરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલી છે.
               કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે તારો  લાલન  ખુબ  જ નટખટ છે અને અત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .
               આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જ છે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.            
       કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીરોટી કમાતા  હતાં.... પણ તેમ છતાયે તે  લોકો શારીરિક  રીતે અને પૈસા ની  દ્રષ્ટિ એ  નબળા હતા. વ્રજવાસીઓ ના બાળકો બહુ નબળા હતાં કેમ કે તેમને નિરોગી આહાર મળતો  નહતો.  કૃષ્ણ  ઈચ્છતાં હતાં કે વ્રજવાસીઓ પોતાના બાળકો ને  પહેલા ખવડાવે  અને તેમાંથી જે કંઇ અનાજ વધે તે  અનાજ મથુરા વેચવા માટે જાય.....વ્રજવાસી ઓ પોતાના બાળકો પ્રત્યે ધ્યાન આપતા ન હતાં. કૃષ્ણ એ તેના પર બંધન લાવી દીધું.
       કૃષ્ણ  હમેંશા  મીઠાશ થી અને માધુર્યતા થી કોઈ ની પણ પાસે કામ કઢાવી લેતાં  પણ કૃષ્ણ એ જ્યારે જોયું કે વ્રજવાસીઓ ને સમજાવવાં થી તેઓ માનતાં નથી ત્યારે કૃષ્ણ એ પોતાના બાળસખાઓ નાં હક્ક માટે વ્રજવાસીઓ નાં ઘર માં જઈને વ્રજવાસી ઓ વિરૂધ્ધ લડવાની શરુઆત કરી......અને  આ માટે  કૃષ્ણએ બધા સખાઓ અને વાંદરાઓ સાથે મળીને પોતાની એક ચોર મંડળી ચાલુ કરી. 
       કોઇપણ શુભ કાર્ય ની શરુઆત બ્રહ્મદેવ કરાવે તો તે કાર્ય ની સફળતાં વધી જાય ....... તેથી સૌ પ્રથમ મધુમંગલ ના ઘરે થી માખણ ચોરી ની શુભ શરુઆત કરી.ચોર મંડળી દૂધ ની, માખણ ની અને  દહીં ની ચોરી કરતાં અને પછી બધા ગોપબાળકો અને વાનરો સાથે મળી ને ખાતા હતાં અને જો કોઇ વ્રજવાસીઓ નાં ઘર માં કંઈજ ન  મળતું તો ત્યાં તેઓ મટકી ફોડતા. ચોરમંડળી  દીવાલ ની ઉપર ઉંચે લટકાવેલી મટકીમાં કાણું  પાડતા અને બધાં ગોપબાળકો એકબીજા પર ચઢી  ને  પર્વત બનાવતા  અને  મટકી  સુધી  પહોચતાં પછી બધા ભેગાં થઇ  વહેંચીને  ખાતા. કૃષ્ણ હમેંશા ગોપબાળકો ની સાથે રહીને જ ચોરી કરતા હતા. નીચે ઢોળાયેલું માખણ વાંદરાઓ ને બોલાવી ને જમીન સાફ કરાવી દેતા.  આ રીતે કૃષ્ણએ સાથે જૂથમાં રહીને કેવી રીતે કામ કરવું તે શીખવ્યું.
               દૂધ  કાઢવાનાં ગોપીઓ ના સમય પહેલા વાછરડા ને છોડી નાખતા. ગોપી ઓને કન્હૈયા ને જોયા વિના ગમતું નહીં  એટલે તે દરરોજ કાનુડા ની ફરિયાદ કરવા આવે છે અને યશોદા ને કહે છે કે તારો કાનુડો અમારા ઘરે રોજ આવે છે ને અમારા બાંધેલા વાછરડા ને છોડી મુકે છે. શ્રી મહાપ્રભુજી વાછરડા ના સંદર્ભ માં જણાવે છે કે વાછરડા એ જીવાત્માં નું પ્રતિક છે અને જયારે જીવ મુક્ત થવા માટે લાયક  બને  છે ત્યારે ઠાકુરજી જીવ ને મુક્ત કરે છે. કૃષ્ણ સ્વતંત્ર છે જેને મુક્ત કરવો હોય તેને કરે અને જેને અપનાવવો હોય તેને અપનાવે.  જે જીવ લાયક નથી તેને પણ ઠાકુરજી મુક્તિ આપે છે તે જ પુષ્ટિકૃપા છે.
                  
       આ સુંદર ફેરફારે વ્રજ ને વધારે ખુશનુમા અને મજબુત બનાવ્યું.  થોડાક જ વખત માં દરેક વ્રજવાસીઓ ખુશ રહેવા લાગ્યા અને  વિચારો માં પણ બદલાવ આવવા લાગ્યો.. ..કૃષ્ણ એ પોતાના ઘર માં પણ આ નવી રીત લાવીને ફેરફાર કર્યો છે. તેઓ નંદાલય માં પણ સખાઓને અને વાનરોને માખણ ની ચોરી કરવાં માટે બોલાવતા હતાં…….એકવાર એક ગોપી  માખણ બાજુ માં કોઈ ની ત્યાં મૂકી આવી  હતી. ત્યાં કાનુડાએ ગ્વાલમંડળી સાથે આવીને જોયું તો માખણ નથી. કાનુડા એ કહ્યું જે ઘર માં મારા માટે માખણ ના હોય તે ઘર જંગલ  છે એટલે બધાએ તે ઘરની વસ્તુઓને  વેરવિખેર કરી નાખી આનો અર્થ એ છે કે ઠાકુરજી માટે સામગ્રી ના હોય તે ઘર..... ઘર નથી પણ નરક સમાન છે. 
                      
             આ દ્વારા ઠાકુરજી કહે છે કે  હું અને તું  જેવું કંઈ નથી. હું તને પ્રેમ થી મારામાં  સમાવી શકું છુ  અને તું મને પ્રેમથી તારામાં સમાવી શકે  છે .  હું ઈશ્વર છું  અને તું જગત ની કોઈપણ જગ્યા એ વસ્તુ ને સંતાડીશ, તો પણ મારી આંખોથી તે દુર રહેવાની નથી, કેમ કે હું તારામાં પણ સમાયેલો છું.  જેના પર પ્રભુ કૃપા કરે છે તે મનથી પ્રભુ તરફ ખેંચાય જાય છે.
           
          કૃષ્ણ કહે છે કે હું  હમેંશા  કોમળ મન ની જ  ચોરી કરું છુ. જેનું  મન કઠોર હોય, તેની ચોરી કરતો નથી. ભક્તિ ના  સ્પર્શ થી  હૈયું દ્રાવક બને  છે,અને જેની પાસે ભક્તિનો પ્રવાહ હશે તેની જ ચોરી કરવી મને ગમે છેં.
         
          ભગવાન તાજું માખણ આરોગે છે, વાસી વાંદરાઓને  ખવડાવે છે. એવી  રીતે  જેનો  ભાવ  તાજો  છે, તેને    કૃષ્ણ સ્વીકારે છે. ભક્તિ તો ઘણા કરે છે, પરંતુ વિશુદ્ધ ભક્તિ કરનારા બહુ ઓછા છે.   ભગવાન તાજી વસ્તુને  હમેંશા અંગીકાર કરે છે. પ્રભુ કહે છે,  જેનું અંતઃકરણ માખણ જેવું શુદ્ધ છે એની જ હું ચોરી કરું છુ માખણ ને બનાવવા માટે પહેલા દુધને દોહવું પડે, એમાં થોડી છાશ નાખવી પડે પછી દહીં  જામે એનું વલોણું કરવું પડે. તેમાંથી જે નીકળે તે માખણ કહેવાય. એજ રીતે દૂધ ની જેમ માણસો એ વિચારો નું  દોહન  કરવું જોઇએ. જીવન માં વિચારોરૂપી  સાર ભેગો કરવો પછી તેમાં ઠાકુરજી પ્રત્યે ના પ્રેમ ની  છાશ નાંખવી  અને  તેનુ  મંથન  કરવું  જેથી  તેમાંથી  જે માખણ નીકળે  બસ  તે માખણ તત્વ ને  આપણે  ભક્તિ ના રૂપ માં અપનાવી લેવું                કોઈક વાર  ગોપી ને ત્યાં જઈને ભગવાન માખણ માંગે છે ને ક્યારેક નથી હોતું ત્યારે ઠાકુરજી વ્રજવાસીઓ ના સુતેલા નાનકડા બાળકો ને જગાડે  છે ને  તેનો અર્થ એ છે કે ઠાકુરજી માયા માં સુતેલા જીવ ને જગાડે છે અને સંદેશો આપે છે કે સારા વિચારો કેળવો અને  પોતાના કાર્ય નિષ્ઠા  પ્રત્યે  જાગૃત  થવો. પુષ્ટિજીવાત્માંઓ એ પોતાની ફરજો પ્રત્યે સભાન રહેવું જોઈએ.
          
             કેટલીક વાર ઘણી  ગોપીઓ સાસુ ના કારણે  કન્હૈયા ને જોઇ શકતી નહોતી.ત્યારે મનોમન તેમને થતું હતું કે મારી ત્યાં કાનુડો ક્યારે આવશે ને ક્યારે મને દર્શન  આપશે????ત્યારે કાનુડો માખણ નાં બ્હાના નીચે ગોપીઓ ને દર્શન  આપવાં જતોં.....અને માખણ ની સાથે સાથે ગોપીઓ ના શુધ્ધ હ્રદયની ભાવના ને લઇ લેતો ,માખણ ખાતા કાનુડાને જોતા જોતા ગોપીઓ ના મન ક્યારે કૃષ્ણ દ્વારા ચોરાઇ જાતા તેની જાણ ગોપીઓ ને પણ ન રહેતી. જેને ત્યાં માખણ ભેગું કરાય છે પણ તે  કોઈ ને આપતો નથી તેના ઘર માં કૃષ્ણ ચોરી કરે છે, બાકી તો જ્યાં મન થી આપે છે તેને ત્યાં શાંતિ થી જઈ ને આરોગે  છે. 
          
           ભગવાન  ગોપીઓ ની ત્યાં ચોરી કરીને માખણ લેતા હતા આથી ગોપીઓ કાનુડા ને ખીજાતી અને ઠપકો આપતી પણ કન્હૈયો સાંભળી લેતો.યશોદાજી ચોરી કરે નહીં તે માટે પોતાના વ્હાલસોયા પુત્ર ને ગાડા સાથે બાંધી દે છે. કૃષ્ણ ખુશીથી સજા ભોગવતા હતા. જયારે તમે તમારા કરેલા પાપકર્મ ની સજા ભોગવો છો અને સજા પ્રાપ્ત કરો છો ત્યારે કરેલા પાપકર્મ નો નાશ થાય છે. કર્મ દરેક ને માટે સરખું જ છે પછી તે ભગવાન પણ કેમ ના હોય!!!!!
    
       કોઈ પણ પરિસ્થિતિ માં તમે  જિંદગી ની ઉજ્જવળ બાજુ ને જુઓ અને તમે કોઈને કેવી રીતે મદદ કરી શકો છો તે વિચારો. જ્યારે બધા જ વ્રજવાસિઓ કૃષ્ણ ના વિચાર સાથે મંજુર થયા અને પોતાના બાળકો ને, ગાય ને અને વાછરડા ની બરાબર કાળજી લેવા લાગ્યા ત્યાર પછી તેમને બીજી લીલા ઓ કરવાનું શરુ કર્યું. 

આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,

આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને

મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો... આજે સૌને

વ્યવહારો સૌ પૂરા કરીને, પરમારથમાં પેસજો,
સઘળી ફરજો અદા કરીને, સત્સંગ માંહે આવજો... આજે સૌને

હરતાં ફરતાં કામ જ કરતાં, હૈયે હરિને રાખજો,
માન બડાઇ છેટે મૂકી, ઈર્ષ્યા કાઢી નાખજો... આજે સૌને

હૈયે હૈયું ખૂબ મિલાવી, હરિનું નામ દીપવજો,
ભક્તિ કેરું અમૃત પીને, બીજાને પીવડાવજો... આજે સૌને

સૌમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતી બાંધજો,
વલ્લભશીખ હૈયે રાખી, હરિથી સુરત સાધજો... આજે સૌને

વહેલા વહેલા આવજો ને આવી ધૂન મચાવજો,
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો... આજે સૌને

કૃષ્‍ણઅવતાર- પૂર્ણ પુરુષોતમ

કૃષ્‍ણઅવતાર- પૂર્ણ પુરુષોતમ
પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્‍ણનો જન્‍મ થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવન ઉદેશસભર હતું. તેમણે માનવ અવતાર લઈ પૃથ્‍વી પર અવતરણ કરેલું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન, સુખ દુ;ખ અને મુસીબતોમાં આપણે કઈ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેમના વ્‍યક્તિત્‍વ સમાન મનુષ્‍ય શોધવો શક્ય નથી. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, આથી જ તેમને પૂર્ણપુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે.
યદુકુળ ;
યાદવો યદુકુળના હતા. પાણિનીની દષ્ટિએ યાદવોના બે જૂથ હતા. અંધક જૂથના યાદવો મથુરા અને આસપાસના વિસ્‍તારો પર રાજ કરતા, મહારાજા ઉગ્રસેન (શ્રી કૃષ્‍ણના દાદા) તેમના રાષ્‍ટ્રપતિ હતા, યાદવો લોકશાહી ઢબે રાજ્ય ચલાવતા. ઉગ્રસેન માટે રાજા શબ્‍દ વપરાતો પરંતુ અંધકજૂથ લોકશાહી પદ્ધતિ હેઠળ હોવાથી તેઓ રાષ્‍ટ્રપતિ તરીકે પણ ઓળખાતા. આ ઉપરાંત યાદવોનું અન્‍ય જૂથ વૃષિ‍ણી પર રાજ ચલાવતું. ત્‍યાં અક્રુરજીનું શાસન ચાલતું. વાસુદેવજી ‍ વૃષિ‍ણી જૂથના હતાં. શ્રી કૃષ્‍ણનો જન્‍મ દેવકી અને વાસુદેવને ત્‍યાં થયો હતો. આ બન્ને રાજ્યોને મગધના રાજા જરાસંઘનો ભય સતાવતો હતો. જરાસંઘની નેમ હતી કે શક્ય હોય તેટલો પ્રદેશ પોતાના વર્ચસ્‍વ હેઠળ લાવવો. જરાસંઘ લોકશાહી માટે એક ખતરો હતો. જરાસંઘને એ બાબતનો ખ્‍યાલ આવી ગયો હતો કે માત્ર યુદ્ધથી યાદવોને હરાવવા શક્ય નથી. યાદવો પોતાના લોહીના અંતિમ બુંદ સુધી લડત આપવા તૈયાર હતા, રાજ્યનો દરેક નાગરિક માતૃભૂમિ માટે લડવા તૈયાર હતો. આથી જરાસંઘે ભાગલા પાડી રાજ્ય કરવાની યોજના બનાવી.
આ યોજના હેઠળ જરાસંઘે પોતાની બન્‍ને પુત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિના લગ્‍ન રાજા ઉગ્રસેનના પુત્ર કંસ સાથે કરાવ્‍યા. કંસને પણ રાજાશાહી શાસન પ્રત્‍યે કૂણી લાગણી હતી. જરાસંઘની પુત્રીના લગ્‍ન પછી સમગ્ર મગધ રાજ્ય કંસની મદદ માટે તૈયાર હતું. લોકશાહી હેઠળ કંસને કોઈ ખાસ સવલતો મળતી નહીં.? આ ઉપરાંત તેને વારસામાં શાસન પણ મળવાનું નહોતું. જરાસંઘે કંસને ઈચ્‍છુક બનાવ્‍યો. કંસ સ્‍વભાવે સત્તા ભૂખ્‍યો હોવાથી સ્‍વકેન્‍દ્રી શાસન મેળવવાની યોજના કરવા લાગ્‍યો. કંસે લોકશાહી શાસન ખતમ કરી સત્તા મેળવવાના પ્રયાસો શરુ કર્યા.
દ્વાપર યુગ (હિન્‍દું શાસ્‍ત્ર પ્રમાણે? ચાર યુગમાંથી ત્રીજો યુગ)માં શાસકો અમાનવીય બની ગયા, દૈત્‍યો જેવું વર્તન કરવા લાગ્‍યા આ સમયે પૃથ્‍વીને તેમના ત્રાસથી બચાવવા શ્રી કૃષ્‍ણે પૃથ્‍વી પર અવતાર લીધો હતો. તેમનો જન્‍મ ઉત્તર ભારતમાં મથુરા ખાતે થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવનચરિત્રનું વર્ણન કરવા માટે મહાન ઋષિમુનીઓ પણ અસમર્થ રહ્યા છે. શ્રી કૃષ્‍ણનો જન્‍મ વાસુદેવને ત્‍યાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં નંદને ત્‍યાં વિત્‍યું હતું. શ્રી કૃષ્‍ણની લીલાથી ગોવાળિયાઓ ધન્‍ય થઈ ગયા હતા. બાળસ્‍વરુપ દરમિયાન જ શ્રી કૃષ્‍ણએ દૈત્‍ય રાક્ષસોનો નાશ કરવાનું શરુ કર્યું હતું. જન્‍મના છઠ્ઠા દિવસે જ તેમણે પુતના નામની રાક્ષસીના પ્રાણ હરી લીધા હતા. શ્રી કૃષ્‍ણે આ ઉપરાંત ઋણવર્ત, કેશી, બકાસુર, ગોકુળ ખાતે લીલાની સમાપ્‍તિ બાદ શ્રી કૃષ્‍ણ મથુરા પરત ફર્યા. અહીં તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો અને પોતાના માતા-પિતાને મુક્ત કર્યા હતા. તેમણે મહારાજ ઉગ્રસેનને મથુરાના રાજા તરીકે પુન;સ્‍થાપિત કર્યા ત્‍યારે સ્‍વર્ગમાંથી દેવી-દેવતાઓએ પુષ્‍પ વર્ષા કરી શ્રી કૃષ્‍ણને બિરદાવ્‍યા હતા.
મહાભારતના યુદ્ધ બાદ શ્રી કૃ્ષ્‍ણએ ઉદ્વવોને આત્‍મજ્ઞાન અંગે સમજણ આપી. અંતિમ દિવસોમાં તેમણે પાપી યાદવોના સર્વનાશ માટે યાદવાસ્‍થળી યોજી હતી. ત્‍યારબાદ આ મહાયોગીનો અવતાર પૂર્ણ થયો.

જન્માષ્ટમીનું વ્રત

જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ પાપનાશક વ્રતનો મહિમા ઘણો છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવું, ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે - (૧) માનસી સેવા (૨) તનુજા સેવા અને (૩) વિત્તજા સેવા.
જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને "માનસી સેવા" કહે છે. તનુ એટલે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ "તનુજા સેવા". વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ "વિત્તજા સેવા". સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે.
શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા, અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો.

આ પરમ પવિત્ર દિવસે જન્માષ્તમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે.

અમેરિકામાં ગીતામહિમા

દુનિયામાં બે સુપ્રસિધ્દ પુસ્તકાલયો એક ભારતમાં ચેન્નઈ ખાતે અને બીજું અમેરિકાના શિકાગો ખાતે છે. રવિન્દ્રનાથ ટાગોર અમેરિકા ગયા ત્યારે શિકાગોના વિશ્ર્વ સુપ્ર્સિધ્ધ પુસ્તકાલય જોવા ગયા. અને ત્યાં જઈ પુસ્તાકલય ના મુખ્ય અધિકારીને અહીં લાખો પુસ્તકો અને શાસ્ત્રો છે. હું આ બધાં તો વાચી તો શું પણ જોઇ પણ શકવાનો નથી તેથી આ બધા પુસ્તકો /શાસ્ત્રોમાં તમને જે સૌથી વધારે મહત્વપૂર્ણ ગ્રંથ લાગતો હોય એ મને આપો તો હું એ વાંચવા અને જોવા ઇરછું છું . મુખ્ય અધિકારી ટાગોરજીને એક અલગ અને સુંદર સોહામણા ખંડમાં લઈ ગયા, ખબ વ્યવસ્થિત અને આદરપૂર્વક રખાયેલા બધા પુસ્તકોમાં પણ એક અલગ ઉંચા સ્થાને અત્યંત કિંમતી વસ્ત્રમા એક ગ્રંથ સુશોભિત હતો એ સમયે એ તેમને આપ્યો સુંદર રત્નજડિત મુખપૃષ્ઠવાળો અને પૂર્ણ આદરથી સચવાયેલો એ ગ્રંથ શ્રીમદ ભગવદગીતા હતો રવિન્દ્રનાથ ખુબજ હર્શિત થયા તેમને થયું કે વાહ અમેરિકામાં આટલી ઉંચી સમજના લોકો રહે છે. કે જેમને ગીતાનું  મહિમા જાણ્યો છે

ભારતની સંસ્કૃતિના યુગપ્રવર્તક શ્રીકૃષ્ણનું પાટનગર :

ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવો મથુરા છોડી સૌરાષ્ટ્રના સમુદ્ર તટપર આવે છે, ત્યારે રાજધાની તરીકે નગરીના નિર્માણ માટે દૈદિપ્યમાન વિશાળ સાગરતટ પ્રદેશ પર એમની દ્રષ્ટિ ઠરે છે. એના નિર્માણ કાર્ય માટે શ્રી વિશ્વકર્મા પ્રભુને આહવાન કરવામાં આવે છે. જો સમુદ્ર દેવ દ્વારા રાજધાની દ્વારકાનગરીના નિર્માણ માટે થોડી ભુમી સમર્પિત કરવામાં આવે તો જ આ કાર્ય પાર પાડી શકાય તેમ શ્રી વિશ્વકર્મા દ્વારા જણાવાતા શ્રીકૃષ્ણ સમુદ્રદેવની આરાધના કરે છે. પ્રસન્ન થઇ સમુદ્રદેવ બાર જોજન જેટલી ભૂમિસમર્પિત કરે છે. તેના પર સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કરે છે. આ નગરી દ્વારાવતી તથા કુશસ્થલી નામથી પણ ઓળખાતી. અન્ય દંતકથા મુજબ શ્રીકૃષ્ણ જીવનના અંતે સોમનાથ પાસે ભાલકાતીર્થમાં પારધીના બાણથી ઘવાયા અને ત્રિવેણી સંગમ ખાતે દેહોત્સર્ગ કર્યો તે સમયે આ પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં હંમેશને માટે સમાઇ ગઇ. તેમના નાનપણના મિત્ર સુદામાનું મિલન પણ દ્વારકાના બેટમાં થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણના સમય બાદ દ્વારકા ઉપર ગુપ્તવંશ, પલ્લવવંશ, ચાલુક્યવંશના રાજાઓ પણ રાજ કરી ગયા હતા.  
ગોમતી નદી અને સિન્ધુસાગરના (અરબી સમુદ્ર) સંગમસ્થળે આવેલું દ્વારકા ખાસ તો તેના જગત મંદિર ખૂબ જ મશહૂર છે. આ મંદિર ૨૫૦૦ વર્ષ પુરાણું મનાય છે. મંદિર પાંચ માળ જેટલું, ૧૬૦ ફીટ ઉંચુ છે. મૂળ જૂનું મંદિર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના આદેશથી વિશ્વકર્માએ માત્ર ચોવીસ કલાકમાં રચી દીધું હતુ, પણ તે મંદિર આજે હયાત નથી. હાલનું આ મંદિર પથ્થરોથી અને શિલ્પકળાથી સભર છે. આ મંદિરનો ઘુમ્મટ આઠ સ્તંભ પર
ગોઠવવામાં આવેલો છે. મંદિરની બહારની બાજુ પથ્થરની દિવાલો ઉપર બારીક કોતરકામ છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ ચાંદીના પતરાથી મઢેલા સિંહાસન ઉપર સ્થાપિત કરેલી છે. આ મૂર્તિ કાળા પથ્થરમાંથી ઘડવામાં આવેલી છે. જેને ચાર ભૂજાઓ છે.
દ્વારકાથી બે કિ.મી.ના અંતરે કૃષ્ણની પટરાણી રૂક્ષમણી દેવીનું સુપ્રસિધ્ધ ૧૬૦૦ વર્ષ પુરાણું સ્થાપત્ય કલાનું અદભૂત મંદિર આવેલું છે.
તેમજ દ્વારકાથી ૩૨ કિ.મી. ના અંતરે ઓખા નજીક સમુદ્રમાં બેટ દ્વારકા આવેલું છે.

શ્રીકૃષ્ણ લીલા-દર્શન

રૂપાણી સાહેબ ની જીવન ઝરમર

નમસ્કાર, દરેક ભારતીયજન ને મારા જીવનકાળ દરમિયાન બે મહાનુભાવોની જીવન શૈલી સરળ, ભલા-ભોળા(કપટ રહિત) અને સેવા -ભાવી...જોયા 1 સ્વ. શ્રી અમરસિંહ ચૌ...