Thursday, 4 October 2012
Thursday, 31 May 2012
Tuesday, 23 August 2011
ઐસા ભી હોતા હૈ
બ્રિટનમાં એક મહિલા ઇલેક્ટ્રિસિટીથી મતલબ કે વીજળીથી ચાલતા ઉપકરણોથી એ હદે એર્લિજક છે કે તે ટેલિવિઝન જોઇ શકતી નથી, રેડિયો સાંભળી શકતી નથી કે મોબાઇલ ફોન પર વાત પણ કરી શકતી નથી. નોટિંગહામશાયરમાં રહેતી જેનિસ ટનીક્લિફ નામની આ મહિલા તબીબી પરિભાષામાં 'ઇલેક્ટ્રો સેન્સિટિવિટી' તરીકે ઓળખાતી જ્વલ્લેમાં જ્વલ્લે જ જોવા મળતી સમસ્યાથી પીડિત છે.
૫૫ વર્ષની જેનિસને ત્રણ વર્ષ અગાઉ બોવેલ કેન્સર થયું હતું ત્યારે તેણે કેમોથેરાપી લીધી હતી તે દરમિયાન તે 'ઇલેક્ટ્રો સેન્સિટિવિટી'ના સકંજામાં આવી હતી. તે ઇલેક્ટ્રિક કેટલનો પણ ઉપયોગ કરી શકતી નથી અને તેણે વોશિંગ મશીન પણ આઉટહાઉસ (ઘરની બહાર આવેલી ઓરડી)માં રાખ્યું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોથી બચવા તેણે ઘરની બારીઓ પણ સ્પેશિયલ મટિરિયલથી ઢાંકેલી રાખવી પડે છે.
આમ, જેનિસ તેની મેડિકલ કન્ડિશનના કારણે આધુનિક વિશ્વથી સંપૂર્ણપણે અલિપ્ત રહી ગઇ છે. તે કોઇ પણ વિદ્યુત ઉપકરણની નજીક હોય ત્યારે તેને માથું દુખવા લાગે છે, છાતીમાં દુખાવો થાય, ઉબકાં આવે અને હાથ-પગમાં કંઇ ભોંકાતું હોય તેવી ઝણઝણાટી થાય છે.
જેનિસે જણાવ્યું હતું કે, "હું ૨૦ મિનિટ આઇ-ફોનની નજીક રહું તો ઘણી અશક્તિ અનુભવવા લાગું છું. વાઇ-ફાઇથી મારા માથામાં સખત દુખાવો થાય છે."
ફેબ્રુઆરી, ૨૦૦૮માં જેનિસને પેટમાં સખત દુખાવો ઉપડતાં અને ઊલટીઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને મેડિકલ ટેસ્ટ્સ બાદ માલૂમ પડયું હતું કે તેને આંતરડાંનું કેન્સર છે. જોકે, ડોક્ટર્સે તેના આંતરડામાંથી કેન્સરની ગાંઠ દૂર કરી દીધી હતી. ગાંઠ ૬ ઇંચની હોવા છતાં કેન્સર ફેલાયું નહોતું પરંતુ અગમચેતીરૃપે જેનિસને કેમોથેરાપી આપવાનું નક્કી કરાયું હતું.
કેમોથેરાપી લીધા પછી જેનિસની તકલીફો શરૃ થઇ છે. તે જ્યારે પણ કોઇ ઇલેક્ટ્રિક અને વાયરલેસ ઉપકરણના સંસર્ગમાં આવે ત્યારે બીમાર પડી જાય છે. તેનું કહેવું છે કે, "મારું માનવું છે કે કેમોથેરાપીને ઇલેક્ટ્રો સેન્સિટિવિટી સાથે સંબંધ અવશ્ય હોવો જોઇએ, પરંતુ આ વાત સ્વીકારવા કોઇ તૈયાર નથી."
સુરક્ષિત પર્યાવરણને પ્રોત્સાહન માટે કાર્યરત સંસ્થા 'પાવરવોચ'ના ટેક્નિકલ મેનેજર ગ્રેહામ લેમ્બર્નના કહેવા મુજબ, ઇલેક્ટ્રો સેન્સિટિવિટીને એક બીમારી તરીકે ઓળખવામાં તબીબી વ્યવસાય ધીમો છે, કેમ કે ઇલેક્ટ્રો સેન્સિટિવિટી કયા કારણોથી થાય છે તે હજુ જાણી શકાયું નથી.
જેનિસ 'ઇલેક્ટ્રો સેન્સિટિવિટી' તરીકે ઓળખાતી સમસ્યાથી પીડિત છે
કોઇ પણ વિદ્યુત ઉપકરણના 'સંસર્ગ'માં આવે એટલે બીમાર પડી જ સમજો
ભારતીય સંસ્કૃતિ માં સોનાનું મહત્વ
જો ભારતીય વૈદિક સંસ્કૃતિ આધ્યાત્મિક રૂપમાં પુરી દુનિયામાં વિખ્યાત છે, આમા શારીરિક સૌંદર્યને આટલુ મહત્વ કેમ આપવામા આવેલુ છે? આત્માનું સૌંદર્ય એટલે કે અંદરની ખુબસુરતીને વધારે સારી બનાવવા વાળી ભારતીય સંસ્કૃતિ ઘરેણાના રૂપમાં બહારના સૌંદર્યને આટલુ મહત્વ કેમ આપે છે?
જ્યારે આ વિષયમાં ઉંડાઈથી વૈજ્ઞાનિક રિસર્ચ કરવામા આવ્યુ તો ઘણુ જ આશ્વર્યજનક અને ચમત્કારી પરિણામા સામે આવ્યા. પરિણામને જાણીને સુખથી ભરેલુ આશ્ચર્ય થયું કે ઘરેણાના પ્રયોગમાં મુખ્ય કારણ સુંદરતા નહી પરંતુ આધ્યાત્મિક વિકાસ છે. બહુમુલ્ય ધાતુંઓથી બનેલા ઘરેણા અથવા આભુષણ કેવી રીતે માણસના ઓવર ઓલ વ્યક્તિત્વને આકર્ષક અને પ્રભાવી બનાવે છે, ચાલો જાણીએ....
- સ્વર્ણ વગેરે ધાતુઓમાં વાયુમંડળમાં વ્યાપ્ત ઉર્જા કણોને આકર્ષિત કરવાની વિશેષ ક્ષમતા હોય છે.
- બ્રહ્માંડના બીજા ગ્રહ-નક્ષત્રથી આવવા વાળા હાનિકારક વિકિરણો એટલે કે હાર્મફુલ વેવ્સથી બચાવ કરવામાં ઘરેનામા ઉપયોગ કરવામા આવેલી ધાતુંઓની વિશેષ ભૂમિકા હોય છે.
- વ્યક્તિત્વના વિકાસમાં આ ઘરેણાનો પણ મહત્વપુર્ણ યોગદાન હોય છે.
- નજરદોષ, ઉપરની હવા અને પ્રેત આત્માઓની ખરાબ અસરને દુર કરવામા ઘરેણાઓનો મહત્વપુર્ણ રોલ હોય છે
શિવાલયપરિચય
ૐકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીનમ
કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’કારાય નમો નમઃ
ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે દેવોના દેવ મહાદેવને જાણતું ન હોય ! ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ગામડું હશે કે જ્યાં શિવજીનું મંદિર કે ‘શિવાલય’ ન હોય. મૂર્તિપૂજા પ્રચલિત થતાં પૂર્વે શિવલિંગની પૂજા થતી હતી. રોમમાં ‘પ્રિયેપસ’, યુનાનમાં ‘ફલ્લુસ’ અને મિસરમાં ‘ઈશી’ના નામે શિવલિંગની પૂજા થતી હતી. ‘મોહેન-જો-ડેરો’ અને ‘હડપ્પ્પા’ની સંસ્કૃતિમાંથી પણ શિવલિંગ મળી આવ્યા હતા. જોકે કાળક્રમે ત્યાંની સંસ્કૃતિ બદલાતા શિવલિંગની પૂજા લૂપ્ત થઈ ગઈ. ભારતમાં શિવલિંગની પૂજા ચાલુ છે. આ રૂદ્રદેવને પ્રાચીનકાળથી ‘રાષ્ટ્રદેવ’ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
‘શિવલિંગ’ના આકાર અને પ્રસ્થાપિત મંદિરને ધ્યાનમાં રાખીને એક ભયંકર પ્રચલિત માન્યતા સ્થિત કરી ગઈ છે કે ‘શિવલિંગ’ પૂજા એક લિંગ અને યોનીનું પૂજન છે. પરંતુ એ સત્ય નથી. આપણા હિંદુધર્મી એટલા મૂરખ પણ નથી કે જનનેંદ્રીયનું પૂજન કરે ! કોઈપણ બુદ્ધિશાળી વ્યક્તિને ગળે આ વાત ન ઉતરે.
પ્રાચીન સમયમાં ધરતી પર ઉલ્કાઓ પડતી હતી. કાળક્રમે તેનો આકાર લંબગોળાકાર થતો ગયો. આ પથ્થરો કાળક્રમે ‘કલ્યાણકારી પરમાત્મા’ની નિશાની સમજીને તેની પૂજા કરવાની શરૂઆત થઈ. આ પથ્થર એટલે લિંગ, શિવ એટલે કલ્યાણકારી. એટલે આ પથ્થર ‘શિવલિંગ’ તરીકે ઓળખાવા લાગ્યા. વહેતી ધારા અને ગરમીને કારણે કાળક્રમે ઘસાઈને લિંગ આકારના આ પથ્થરો ‘સ્વયંભૂ શિવલિંગ’ તરીકે ઓળખાવા લાગ્યા. વાતાવરણમાં ઘર્ષણથી તે સળગી ઊઠવાથી આ ‘સ્વયંભૂ શિવલિંગ’ ‘જ્યોતિર્લિંગ’ તરીકે ઓળખાવા લાગ્યા.
શિવલિંગમાં થાળુ, લિંગ, સર્પ તથા જળાધારી હોય છે. યૌગિક મત પ્રમાણે આપણા શરીરમાં જ શિવલિંગ છે. કરોડરજ્જુનો છેડો તે સ્વયંભૂ શિવલિંગ છે. શિવલિંગને વીંટળાયેલો સર્પ એ આપણી સર્પાકાર કુંડલિની છે જે ચંચળ અને તીવ્ર ગતિ ધરાવે છે. શિવલિંગનું થાળુ, તે યૌગિક ભાષામાં ‘સહસ્ત્રદળ કમળ’નું પ્રતિક ગણાય છે જેમાં શિવજીનો વાસ છે. શિવલિંગ પર લટકાવવામાં આવતું જળાધારમાંથી ટપકતું જળ અને દૂધ ‘સહસ્ત્રધાર ચક્ર’માં રહેલ આત્મા અને પરમાત્માની એકતાનું પ્રતિક છે.
Monday, 22 August 2011
સ્વાધ્યાય અને સ્મરણ શક્તિ તો અમારી સંપત્તિ છે
લોકમાન્ય બાલ ગંગાધર તિલકને સ્વતંત્રતા આંદોલનમાં ગિરફ્તાર કરીને અંગ્રેજોએ મણ્ડાલે જેલમાં મોકલી આપ્યા. જેલમાં તેમને સમાચારપત્ર, પત્રિકા કે રાજનીતિથી સંબંધિત પુસ્તકો વાંચવાની અનુમતિ ન હતી. તેમ છતાં પણ જેલમાં તેમનું જીવન નિયમિત હતું. સવારે નિત્ય ક્રિયા કરીને તેઓ વાંચવા-લખવા બેસી જતા.
બપોરના ભોજન પછી પણ તેઓ આ જ કાર્યમાં લાગી રહેતા. આ પ્રકારે જેલમાં રહેવા છતાં પણ તેમણે સમયનો સદુપયોગ કર્યો. લેખન તથા અધ્યયનમાં સતત સંલગ્ન રહેવાથી તેમની પાસે પાંચસો જેટલી પુસ્તકો થઈ ચૂકી હતી.
મણ્ડાલે જેલથી છૂટતાં સમયે "ગીતા રહસ્ય" ની પાંડુલિપિ જેલરે તેમની પાસે એમ કહીને માંગી લીધી કે "આ આપે જેલમાં લખ્યું છે તેથી આ સરકારી સંપત્તિ છે."
આ ઉપર લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આત્મવિશ્વાસ સાથે જેલરને કહ્યું - "આ તો હું પાછું લખી દઇશ, કારણ કે સ્વાધ્યાય અને સ્મરણ શક્તિ તો મારી સંપત્તિ છે. જેને આપ નહીં લઇ શકો." અને જેલરની સામે જ ગીતા રહસ્યના થોડાક પાનાં જેમ ના તેમ લખી નાંખ્યાં. જેલર મહોદય આ જોઇને તેમની સામે નત મસ્તક થઇ ગયા.
વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઇ
હવેલી ઓમાં, ઘરોમાં કૃષ્ણલીલાને સાકાર સ્વરૂપ આપતી પિછવાઇ ને વ્રજલીલાનાં પ્રતીક સ્વરૂપે માનવામાં આવે છે. દા.ત નવરાત્રી દરમ્યાન રાસલીલાની પિછવાઇ લગાવવામાંઆવે છે.રાસ એટલે કે જેટલી પણ લીલા ભગવાન કૃષ્ણએ કરેલી છે તે તમામ લીલાઓમાં જે લીલા સૌથી વધુ રસપૂર્ણ છે તે રાસ કહેવાય શ્રીમદ્ ભાગવત્ માં કહ્યું છે કે શ્રીમદ્ ભાગવત્ નો દશમ સ્કંધ એ શ્રીમદ્ ભાગવત્ ના હ્લદય સ્વરૂપે અને રાસલીલાએ પ્રાણરૂપ છે કારણ કે રાસલીલાની ગોપીઓ જીવાત્માનાં પ્રતીક રૂપે છે અને શ્રી કૃષ્ણએ પરમાત્માનાં પ્રતિક રૂપે છે. રાસલીલાનાં રાસ દરમ્યાન જીવનું પોતાના પરમાત્મા સાથે મિલન થાય છે અને આ વાત સાંકેતિક રૂપથી પિછવાઇમાં બતાવવામાં આવે છે. જે લોકો આ વાત સમજી નથી શકતા તેમના માટે પિછવાઇ રૂપી કૃષ્ણલીલા નું અંગ છે.
પિછવાઇમાં આપણે હમેંશા ઘણા બધા પ્રતિકો રૂપી વિવિધ ડિઝાઇન જોઇએ છીએ જેવી કે મોર, પોપટ, ગાય, માછલી, વૃક્ષ, કમળ, સુર્ય, ચંદ્ર, ગાય, હંસ, પાણી, કાચબો આદી જોવા મળે છે. આ સર્વે પ્રતિકોનાં પણ સાંકેતિક અર્થ છે.
*પાણી નો અર્થ છે-શ્રી યમુનાજી
*સુર્ય- પરમાત્માઓના પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ
*ચંદ્ર- પ્રભુનું મુખારવિંદ (શ્રી કૃષ્ણ ચંદ્ર)
*વૃક્ષ- વ્રજના વૈષ્ણવો વૃક્ષ બની ને હમેંશા પ્રભુલીલાના સહચારી બને છે.
*કમળ પુષ્પો- શ્રી યુગલસ્વરૂપને જોવા માટે શ્રી યમુનાજીને માટે બે આંખ ઓછી છે, તેથી તેમના રોમરોમ માં નેત્ર તણા કમળો ખિલેલા છે જેના દ્વારા શ્રી યમુનાજી પોતાના યુગલસરકારને જોઇ રહ્યાં છે.
*માછલી- જે રીતે માછલીને પાણીનો અનન્યાશ્રય છે, પાણી વગર માછલીનું જીવન શૂન્ય છે, તે રીતે, વૈષ્ણવોને માટે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને ગુરુ શ્રી વલ્લભનો જ આશ્રય જ સર્વસ્વ છે.
*ગાય- ભક્તિનું સ્વરૂપ છે
*મોર- મુક્તિનું સ્વરૂપ છે
*પોપટ- વિદ્યાનું સ્વરૂપ છે
*હંસ- જ્ઞાનનું સ્વરૂપ છે.
કાચબો- વૈરાગ્યનું સ્વરૂપ છે.
આપણે શ્રી ઠાકુરજીની સામે ખિલોના(રમકડાં)મુકીયે છીએ તેનો મતલબ એ છે કે ખિલોના એ જીવ સ્વરૂપ છે આપણે પ્રભુને કહીયે છીએ કે આપને ખેલ અને ખિલોનાથી રમવું ઘણું જ ગમે છે તેથી આપ આ ખિલોનાથી રમો અને આપણે એટલે કે જીવ રુપી ખિલોનાનું રૂપ લઇ શ્રી પ્રભુને આપણું સંપૂર્ણ સમર્પણ કરી દઇએ છીએ. જે રીતે એક બાળકની દોસ્તી ખિલોના સાથે થઇ જાય છે તેમ જીવરૂપી આપણી દોસ્તી પણ શ્રી ઠાકુરજી સાથે થઇ જાય તેવી ભાવના છુપાયેલી હોય છે.
Subscribe to:
Posts (Atom)
રૂપાણી સાહેબ ની જીવન ઝરમર
નમસ્કાર, દરેક ભારતીયજન ને મારા જીવનકાળ દરમિયાન બે મહાનુભાવોની જીવન શૈલી સરળ, ભલા-ભોળા(કપટ રહિત) અને સેવા -ભાવી...જોયા 1 સ્વ. શ્રી અમરસિંહ ચૌ...
-
"બ્રાઝીલની વ્હાઇટ ક્રાંતિ" 🚩 મહારાજા સાહેબ ભાવનગર- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે બ્રાઝિલ દેશને એક ગીરનો નંદી ભેટમાં આપ્યો હતો...
-
जी आज मैं यह पोस्ट विशेष महत्व को उजागर करने के लिए लिख रहा हूं. . वैसे भी लोग पोस्ट को सोशल मीडिया पर फॉरवर्ड कर रहे हैं.. हाल ही में हनुम...
-
माँ के अनंत उपकार माँ ही शिक्षक, वैद्य भी, माँ है देवी अवतार जितना कहो कम पड़े, माँ की महिमा अपार।। एक दिन थॉमस एल्वा एडिसन जो कि प्रायम...
